એશિયાની નંબર વન ડેરી.....
બનાસડેરીના ચેરમેન-વા.ચેરમેનની ચૂંટણી.
:શંકર ચૌધરીને વધુ એકવાર કમાન સોંપવામાં આવી, વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની વરણી
એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં સામે કોઈ ફોર્મ ન ભરાતા બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
બનાસડેરી ના અગાઉ પણ ચેરમેન પદે રહી ચૂકેલા અને હાલ પાછળ ના અઢી વર્ષ ના સાસનકાળ મો કામ કરી ચૂકેલા એવા થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પદે હાલ કાર્યરત એવા શંકરભાઈ ચૌધરી ના હાથ મો કમાન સોંપવામો આવી છે
બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આગામી અઢી વર્ષની ટર્મ માટે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણી બેઠકમાં તમામ ડીરેકટર હાજર રહ્યા હતા. જેમાં શંકર ચૌધરી અને ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામા આવી હતી.
બનાસડેરી દૂધ સાથે સાથે પશુપાલકો પાસે ગોબર પણ ખરીદે છે અને સાથે સાથે ગોબર ગેસ પ્લાન્ટ ચાલુ કરેલ છે ત્યારે ખેડૂતો માટે મધમાખી ની પણ ઉછેર કરી ખેડૂતો ને ખેતીપાક જેવા લાભો આપે છે
ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા હાલ દરરોજ પશુપાલક બહેનોના ખાતામાં દૂધના 34 કરોડ રૂપિયાની વધુની રકમ જમા કરાવવામાં આવી રહી છે. હવે દૂધની સાથે સાથે ગોબરને પણ પ્રોસેસ કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.
અહેવાલ અમૃત માળી ડીસા