રાજુલા-જાફરાબાદ પંથકમાં બેખોફ રીતે ચાલતા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવા માંગ..
અમરેલી જીલ્લા પત્રકાર એક્તા પરીષદના ઉપપ્રમુખ પ્રતાપભાઇ વરૂએ પત્ર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી
રાજુલા-જાફરાબાદ તાલુકામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. મહાકાય પથ્થર, કાકરી, મીઠુ સહિતના ઓવરલોડ વાહનો ધમધમી રહ્યાં છે. ત્યારે અમરેલી જીલ્લા પત્રકાર એક્તા પરીષદના ઉપપ્રમુખ પ્રતાપભાઇ વરૂ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ કે, રાજુલા-જાફરાબાદ તાલુકામાં ખુલ્લેઆમ ઓવરલોડ વાહનો જેમાં ટ્રક મારફતે મહાકાય પથ્થર, કાકરી, મીઠુ, રોડ પરથી પસાર થતાં હોય છે. અને બેફામ ચલાવી રહ્યા છે. જેથી અવારનવાર નિર્દોષ માણસો અકસ્માતનો ભોગ બને છે. રાજુલાના હિંડોરણા ગામ નજીક થી ઓવરલોડ વાહનો પસાર થતાં હોય છે. ત્યારે જવાબદાર તંત્ર કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી ચર્ચાનો વિષય બન્યો છે. જવાબદાર તંત્ર દ્રારા માત્ર કામગીરી દર્શાવી ખાતર એક-બે ટ્રકો સહિત વાહનો પર કાર્યવાહી કરીને તેરી ભી ચુપ મેરી ભી ચુપ તેવા પ્રકારની કામગીરી થતી રહે છે. રાજુલા-પંથકમાં મહાકાય પથ્થરો કાઢવા સ્ટોન ક્રશર દ્વારા ભયંકર રીતે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેના કારણે આ વિસ્તારમાં વાતાવરણમાં ખુબજ પ્રદુષણ ફેલાવવાની ભિતિ સેવાઇ રહી છે. સાથેસાથ પર્યાવરણને પણ ખૂબજ હાની પહોંચી રહીં છે. આ બાબતે અગાઉ અનેકવાર પ્રિન્ટ મિડિયામાં સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતાં છતાંપણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જવાબદાર તંત્ર દ્રારા નાના માણસોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. જયારે ટ્રકો બેફામ રાત દિવસ ચાલતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાશ નથી આવતી. આખરે જવાબદાર તંત્ર દ્વારા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકાર એક્તા પરીષદના ઉપપ્રમુખ પ્રતાપભાઇ વરૂ દ્વારા માંગ કરવામાં આવી છે.