પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામના એક અપરણિત યુવાનને ૨૨ દિવસ અગાઉ ૬ અજાણ્યા શખ્સોએ લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેને ઈડર બોલાવી યુવતી સાથે સંપર્ક કરાવી વાતચીત કર્યા પછી દાગીના લેવાના બહાને ઈડરના ટાવર વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં આ યુવકને માં લઈ જઈ તેની પાસેથી અંદાજે રૂ. ૩.૫૦ લાખ લઈ લીધા બાદ આ શખ્સો યુવતીને બાઈક પર બેસાડી ભગાડી જઈ યુવક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી એવા માં કરાતા તે અંગેની ફરીયાદ ગુરૂવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

જે અંગે ધીણોજ ગામના મહેન્દ્રકુમાર ચીમનભાઈ બારોટએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ૭ મે ના રોજ તેમને વિજયનગર તાલુકાના મોધરી ગામના મહેશભાઈ રણછોડભાઈ નિનામાએ ઈડર બોલાવીને પોતાની બહેન રીપલબેન સાથે લગ્ન કરાવવાનું બહાનું બતાવી એકબીજા સાથે વાતચીત્ કરાવી હતી. ત્યારબાદ પીંબેન રમાભાઈ ઉર્ફે રમેશભાઈ ગમાર, બદીબેન રામાભાઈ ગમાર (બંને રહે.બોરદીયાલા), તા. ખેડબ્રહ્મા અને અજયભાઈ નામના શખ્સ તથા અન્ય બે જણાની હાજરીમાં મહેન્દ્રકુમાર બારોટ સાથે કરાયેલી વાતચીત બાદ તેઓ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા હતા.

ત્યારબાદ આ લોકો પૈકી પિબેન ગમારે લગ્ન કરવાના બહાને અંદાજે રૂા. ૩.૫૦ લાખ મહેન્દ્રકુમાર બારોટ પાસેથી લઈ લીધા હતા. તે પછી આ તમામ લોકો મહેન્દ્રકુમાર બારોટને લઈ ઈડરના ટાવર વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં દાગીના જોવાના બહાને લઈ ગયા હતા. દરમ્યાન ગુરૂવારે પિટ્યૂને કાકાના છોકરા હોવાની ખોટી ઓળખ આપી હતી. અને અગાઉથી નક્કી થયા મુજબ તેમની સાથે આવેલ એક અજાણ્યો શખ્સ પિંટુબેનને બાઈક પર બેસાડી ભાગી ગયો હતો, અને સાથે આવેલા અન્ય લોકો પણ છેતરપીંડી કરીને પલાયન થઈ ગયા હતા.

ત્યારબાદ છેતરાયેલા મહેન્દ્રકુમાર બારોટે પ્રથમ તબક્કે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જઈ રજુઆત કરી ફરીયાદ નોંધવાનું કહ્યું હતુ. પરંતુ ઘટના ઈડરમાં બની હોવાને કારણે ચાણસ્મા પોલીસે મહેન્દ્રકુમાર બારોટને ઈડર પોલીસ સ્ટેશનમાં જવા માટે સલાહ આપી હતી. જે આધારે મહેન્દ્રકુમાર બારોટે ગુરૂવારે છ જણા વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.