સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શિવાજીનગર વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૨,૩૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ.
.ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર /દારૂની બદી દુર કરવાં માટે સધન પેટ્રોલીંગ રાખી સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય,
જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓના દ્વારા અમરેલી જીલ્લામાં જુગાર/દારૂની બદી દુર કરવાં સધન પેટ્રોલીંગ રાખી રેઇડો કરી જુગાર/દારૂ બદી અંગે કડક કાર્યવાહી કરવાં સુચના અને આપેલ માર્ગદર્શન અન્વયે,
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ના માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ચોક્ક્સ બાતમી હકીકત આધારે રેઇડ કરવામાં આવતા
સાવરકુંડલાના શિવાજીનગર વિસ્તારમાં પટેલવાડી પાસે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૨,૩૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપીની વિગત :
(૧) દામજીભાઇ બાવાભાઇ સિધપુરા ઉ.વ.૬૫, ધંધો. વેપાર, રહે.સાવરકુંડલા, જેસર રોડ, શ્રધ્ધા સોસાયટી, જી.અમરેલી,
(૨) દિપકભાઇ નિતિનભાઇ ગોપાલકા ઉ.વ.૨૬, ધંધો.વેપાર, રહે. સાવરકુંડલા, માધવાણીની વાડી, જી.અમરેલી,
(૩) આરિફભાઇ ઓસ્માણભાઇ કુરેશી ઉ.વ.૩૯, ધંધો. લુહારીકામ, રહે.સાવરકુંડલા, ખાદીકાર્યાલય પાછળ, જી.અમરેલી,
(૪) વિશાલ બટુકભાઇ નાથજી ઉ.વ.૨૩, ધંધો. લુહારીકામ, રહે.સા.કુંડલા, જુના બસ સ્ટેશન પાછળ,જી.અમરેલી,
(૫) ભાવેશભાઇ મધુભાઇ મકવાણા ઉ.વ.૩૦, ધંધો. લુહારીકામ, રહે.સાવરકુંડલા, મોટા કોળીવાડના નાકામાં, જી. અમરેલી,
(૬) વિજયભાઇ પુનાભાઇ જીણીયા ઉ.વ.૩૩, ધંધો.હિરાકામ, રહે.સાવરકુંડલા, પટેલવાડી પાસે, જી.અમરેલી,
(૭) અનેિશભાઇ રજાકભાઇ વણઝારા ઉ.વ.૩૫, ધંધો. મજુરી, રહે.સાવરકુંડલા, શિવાજીનગર,શેરી નં.૧,જી.અમરેલી,
* પકડાયેલ મુદ્દામાલની વિગત :
(૧) રોકડા રૂ. ૧૨,૩૧૦/-
(૨) ગંજી પત્તાના પાના નંગ-૫ર કિં.રૂ. ૦૦/૦૦
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની સ તથા પો.સ.ઇ. કે.બી.ગઢવી તથા હેડ કોન્સ. ખોડુભાઇ બાબાભાઇ, પો.કોન્સ. રમેશભાઇ બિજલભાઇ, પો.કોન્સ. મહેશભાઇ ગિરજાશંકર, પો.કોન્સ. હર્ષદભાઇ મગનભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.