ડીસાના એક પેટ્રોલ પંપ પર રૂપિયા 3710 નુ ગાડીમાં પેટ્રોલ ભરાવી ગાડી મારી મૂકી..
છેતરપિંડી નો નવો કિમિયાનો ભોગ પેટ્રોલ પંપ પર નોકરી કરતો એક સામાન્ય કર્મચારી બન્યો..
સીસીટીવી ફૂટેજ માં swift ગાડી નો નંબર પણ દેખાયો નહીં..
આજ કાલ છેતરપિંડી ના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ગતરાત્રિએ ડીસા ભીલડી હાઇવે પર આવેલા એક પેટ્રોલ પંપ ઉપર swift ગાડી ચાલકે પેટ્રોલ પંપ ના કર્મચારી પાસે રૂપિયા 3710 નું પેટ્રોલ ભરાવી બારોબાર ગાડી દબાવી મૂકવાની ઘટના સામે આવી છે..
આ અંગેની મળતી વિગતો પ્રમાણે ડીસા ભીલડી હાઇવે પર આવેલા બાલાજી પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક swift ગાડી પેટ્રોલ ફરવા આવી હતી..
ત્યારે ચાલકે કર્મચારી ને ફુલ ટોકી કરવાનું જણાવતા પેટ્રોલ પંપ ના કર્મચારીએ શિફ્ટ ગાડી ની ફૂલટોકી કરતા રૂપિયા 3710 નું પેટ્રોલ આવ્યું હતું..
અને ચાલકે કર્મચારીને કાર્ડ ઘસવાનું મશીન લાવવાનું કહેતા કર્મચારી પેટ્રોલ પંપ પર પડેલું મશીન લેવા જતા શિફ્ટ ગાડી ચાલકે બારોબાર દબાવી મુકી હતી..
કર્મચારી પાછળ દોડ્યો પરંતુ swift ગાડી હાથમા આવી નહતી ત્યારે પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ જોયા પરંતુ તેમાં swift ગાડી નો નંબર ન આવતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા નો અહેસાસ થયો હતો..
જોકે અંગે મોડા સુધી કોઈ ફરિયાદ થયા નુ જાણવા મળેલ નથી ત્યારે જિલ્લામાં આવા તત્વો થી પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ને પણ સાવચેત રહેવા ની જરૂર છે..