શ્રી અશ્વિનીવૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુમિનિયમ ફ્રેટ રેક – 61 BOBRNALHSM1નું ઉદ્ઘાટનકર્યું

આ રેક ભારતીય રેલવે, બેસ્કો લિમિટેડના વેગન ડિવિજન અને હિન્દાલ્કોના સંયુક્ત પ્રયાસથી દેશમાં જ તૈયાર થયો છે

પારંપરિક રેકની તુલનામાં એલ્યુમિનિયમ રેકમાં ઘણા ફાયદાઓ રહેલા છે

કેન્દ્રીય રેલ, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુનિમિયમ ફ્રેટ રેક 61 BOBRNALHSM1નું ઉદ્ઘાટન કર્યું હતું. આ રેક બિલાસપુર જશે.

આ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમના એક ખાસ પ્રયાસ અનુસાર આ રેકને આરડીએસઓ, હિન્દાલ્કો અને બેસ્કો વેગનના સહયોગથી સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઈન અને વિકસિત કરવામાં આવ્યો છે.

એલ્યુમિનિયમ રેકની વિશેષતાઓ:

સંપૂર્ણ લૉકબોલ્ટેડ રચના કોઈ પણ પ્રકારના વેલ્ડીંગ વગરના સુપરસ્ટ્રક્ચર સાથે.

સામાન્ય સ્ટીલના રેક કરતા 3.25 ટન ઓછુ વજન, જેના લીધે દરેક વેગનની વહનક્ષમતા 180 ટન વધુ.

હાયર પેલોડ ટુ ટેર રેશીયો 2.85

ઓછા વજનને કારણે રેક જ્યારે ખાલી ચાલશે ત્યારે ઓછું ઈંઘણ બાળશે, જે કાર્બન ફુટપ્રિંટ ઘટાડશે જ્યારે રેક વધુ ભારણ સાથે ભરેલો ચાલી શકશે. એક રેક પોતાના જીવનકાળ દરમિયાન 14,500 ટનથી વધુ CO2 બચાવી શકે છે.

રેકની રિસેલ વેલ્યુ 80% મળે છે.

તેની પડતર 35% વધુ છે કેમ કે તેનું સુપરસ્ટ્રક્ચર બધુ એલ્યુમિનિયમ છે.

કાટ અને ઘસારો ન લાગવાથી ઓછો ઘસારો જાળવણી ખર્ચ.

લોહ ઉદ્યોગ નિકલ અને કેડમિયમ વાપરે છે, જેની આયાત કરવી પડે છે. આથી આ પ્રકારના એલ્યુમિનિયમ વેગનને કારણે આયાત પણ ઓછી થશે. સાથે-સાથે આ સ્થાનિક એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે પણ સારી બાબત રહેશે.