અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે હવે આરોપીઓની ધરપકડ કરીને પોલીસ દ્વારા ધારાની હત્યાકાંડ મામલે સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓને સાયલા ઘટના સ્થળે લાવીને રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતુ. મહત્વનું છે કે, અત્યારે આરોપી સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓ છે જે હાલમાં ચાર દિવસના રિમાન્ડ હેઠળ છે.ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે.આ સમગ્ર ઘટના વિશે ઝોન-7ના ડીસીપી બી.યુ.જાડેજાએ વિગતવાર જણાવ્યું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,ધારાને શોધી કાઢવા માટે ઉચ્ચલેવલે ઝોન 7ની , સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લગાવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા કેટલીક માહિતી મળી હતી. જેના આધારે આ બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી. ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન આપીને સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું હતું કે,ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જઉ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં. જેના એકાદ મહિના બાદ ધારાના ભાઈએ એવું નિવેદન આપીને જાણવાજોગ અરજી કરી હતી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે. તેનો કોઈ અતોપતો નથી. ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી. છેલ્લે અમારી ટીમને સફળતા મળી હતી.