ગુજરાત માં ચારે કોર રખડતા ઢોર આપણને જોવા મળી રહેશે, તે ઢોરને જીવ દયા લોકો પુણ્ય કમાવવાની નિયત થી ઘાસચારો પણ ખવડાવે છે, પરંતુ આ રખડતા ઢોરની સંખ્યા એટલી વધી ગઈ છે કે જાહેર જીવન માં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ચોરે ને ચોટે ઢોર અડિંગો લગાવેલી જોવા મળશે, એટલુંજ નહીં સોશ્યિલ મીડિયા માં ઢોરના હુમલામાં ભોગ બનેલા લોકો ના વિડિઓ પણ વાઇરલ થતા જોવા મળી રહ્યા છે,

તેવામાં અમદાવાદ મુન્સિપાલ કોર્પોરેશન ને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરતા ઢોર માલિક પ્રકાશ જયરામભાઈ દેસાઈ એ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના સેનેટરી ઇન્સ્પેક્ટર ને જાહેરમાં બિભત્સ ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપેલ આ બનાવ 27/7/2019 એ બનેલ જેમાં શાંતિનગર શાહપુર દરવાજા બહાર નાકા પર આરોપી એ જાહેર રસ્તા પર ઢોરો ને છોડી મુકી મ્યુ. કમિશનર તેમજ પોલીસ કમિશનર ના જાહેરનામા નો ભંગ કર્યોં હતો આરોપી પ્રકાશ દેસાઈ એ અ. મ્યુ. સેનેટરી ઇન્સ્પેક્ટર અને સ્ટાફ કર્મચારીઓ ને ગાળો ભાંડી હતી એટલુંજ નહીં જાન થી મારી નાખવાની ધમકી મળતા આ કેસ અમદાવાદ ભદ્ર કોર્ટ માં ચાલી ગયો હતો, જેનો ચુકાદો આવતા આરોપી પ્રકાશભાઈ જયરામભાઈ દેસાઈને 2 વર્ષની સખત કેદની સઝા ફટકરવાનો ચુકાદો આપ્યો હતો, જે આ પ્રકારના ગુના માં ગુજરાત રાજ્યનો સૌ પ્રથમ ચુકાદો કહીં શકાય.

કોર્ટ એ પોતાનો ચુકાદો આપતાં પેહલા ઉલ્લેખ કર્યોં હતો કે ઢોર ને લીધે ઘણા નિર્દોષ લોકો એ જાન ગુમાવ્યા છે, તેમજ સમાજમાં જાહેર રોડ પર રખડતા ઢોરની સમસ્યાના ગુનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે આરોપીને કાયદામાં ઠરાવેલી સઝા ફરમાવવી ન્યાયોયીત લેખાશે.