અકતેશ્વર ગામ નજીક કુલ્લા ખેતરમાં આક ફરકના આંકડા લખતા એક આરોપી ઝડપાયો

મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે અખ્તેશ્વર થી શનજરોલી ગામ તરફ જવાના રસ્તા ઉપર ખુલ્લા ખેતરમાં એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે આંકડા લખે છે જે બાતમી ના આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટાફના માણસો મોજે અકતેશ્વરથી શાંજરોલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જુગાર અંગે રેડ કરતા ખુલ્લા ખેતરમાં એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર આંક ફરક ના આંકડા લખી લખાવી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડતા ઝડપાઈ આવ્યો

ગરુડેશ્વર પોલીસે ઝડપાયેલા આરોપીની અંગ જડતી લેતા મળેલા રોકડા રૂપિયા 190 તથા આંકડા લખેલી સ્લીપ બુક કાર્બન પેપર બોલપેન તથા જુગાર અંગેના સાહિત્ય મળી 190 ના મુદ્દા માલ સાથે સદર આરોપી હર્ષદભાઈ બાલુભાઈ તડવીને ઝડપી પાડીને આરોપી વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....