દેડયાપાડાના બયડી ગામે ખેતરમાં ખેડાણ બાબતે ઝગડો થતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના બયડી ગામે રહેતા આ કામના આરોપી દેવજીભાઈ ગોવિંદભાઈ વસાવા પોતાના પિતાના ઘરે હાજર હતા તે સમયે આ કામના ફરિયાદી ગીતાબેન દેવજીભાઈ વસાવા ને જણાવેલ કે આપણા ટ્રેક્ટર વડે કેમ ખેતરમાં ખેડાણ કરાવતા નથી. જેથી ફરિયાદીએ જણાવેલ કે તમે આપણું ટ્રેક્ટર લઈ લીધેલ છે. જેથી હું બીજાનું ટ્રેક્ટર ભાડાથી લઈ આવી ખેડાણ કરાવું છું તેમ કહેતા આ કામના આરોપી ગોવિંદભાઈ વસાવા એકદમ ઉશ્કેરાઈ જઇ ઇંટ વડે ફરિયાદીને નાક ઉપર મારી ઈજા પહોંચાડેલ દરમિયાન આ કામના આરોપી સંતોષભાઈ દેવજીભાઈ વસાવા આવી ફરિયાદીને બંને હાથ પકડી લીધેલ અને દેવજીભાઈ વસાવા એ લાકડી વડે ફરિયાદીને હાથના અને પગના ભાગે માર મારેલ દરમિયાન ગોવિંદભાઈ વસાવા અને સુરેશભાઈ ગોવિંદભાઈ વસાવા આવી ફરિયાદીને જણાવેલ કે તમે અહીંયા રહેતા નહી અને તમારા છોકરાઓ લઈ તમારા મા બાપના ઘરે જતા રહો અહીંયા રહેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેર કરતા આ કામના ફરિયાદી ગીતાબેન દેવજીભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટના ની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે આરોપી (1) દેવજીભાઈ ગોવિંદભાઈ વસાવા (2) સંતોષભાઈ દેવજીભાઈ વસાવા (3) ગોવિંદભાઈ જારીયાભાઇ વસાવા તથા (4) સુરેશભાઈ ગોવિંદભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....