સુરતમાં કોરોના બાદ પ્રથમ વખત કપલ મેરેથોનનું આયોજન, લાઈવ બેન્ડની સાથે એક હજારથી વધુ દંપતીઓ દોડ્યાં સુરત શહેરના અવધ યુટોપિયા દ્વારા કોરોના કાળ બાદ પ્રથમ વખત કપલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દોડની સાથે અન્ય મનોરંજક એક્ટિવિટી પણ કરવામાં આવી હતી. આ મેરેથોન દોડમાં એક હજાર જેટલા મેરીડ કપલે ભાગ લીધો હતો.

પાંચ કિમીની દોડ યોજાઈ ઋચા ઓગલે અને લક્ષ અરોરાએ જણાવ્યું હતું કે, ક્લબ દ્વારા દરેક મેમ્બરો માટે વિવિધ એક્ટીવિટીનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં મેરેથોન દોડ પણ સામેલ હોય છે. આ વખતે ત્રીજી વખત કપલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમનો ઉત્સાહ વધારવા માટે લાઈવ બેન્ડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચ કિમી ફન મેરેથોન દોડ યોજાઈ હતી. દોડ શરૂ થઇ ત્યારથી સમાપન સુધી હેલ્દી ફૂડ અને રીફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.