LCB પોલીસની ઓળખ આપી બળજબરીથી કાર ઉઠાવી ગયા LCB માંથી આવું છું તમે ગાડીના હપ્તા ભર્યા નથી મોણપરના મહિલા દુધ મંડળીના મંત્રી સર્વોત્તમ ડેરીએ લમ્પી વાયરસની રસી લેવા જતા હતા લોકલ ક્રાઈમબ્રાંચના નામે ફાઈનાન્સ કંપનીના લોકોએ બળજબરીથી કાર લૂંટી હોવાનો કિસ્સો બન્યો છે. સિહોરમાં લમ્પી વાયરસીની રસીના ડોઝ લેવા જઈ રહેલા દુધ ઉત્પાદક મંડળીના મંત્રીની ત્રણ શખ્સોએ પોતે લોકલ ક્રાઈમબ્રાંચમાં હોવાની ઓળખ આપી કાર ઉઠાવી ગયાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ છે. મોણપર ગામના મહિલા દુધ ઉત્પાદક મંડળીના મંત્રી રાયસંગભાઈ નાનુભાઈ પરમાર સર્વોત્તમ ડેરીએ લમ્પી વાયરસના રસીના ડોઝ લેવા જઈ રહ્યાં હતા ત્યારે ટાણા રોડ પર આવેલ જોડનાથ મહાદેવના મંદિર પાસે પહોંચતા એક શખ્સે બાઈકમાં આવી તેની કાર રોકાવી હું એલસીબીમાંથી આવું છું, તમે ગાડીના હપ્તા ભર્યા નથી તેમ કહી તેણ કારની ચાવીની માંગણી કરતા રાયસંગભાઈએ તેમને ફાઈનાન્સની ઓફિસે ગાડીની ચાવી આપવાનું કહેતા અન્ય બે શખ્સોને બોલાવી બળજબરીથી ગાડીની ચાવી ઝુંટવી કાર લઈને નાસી છુટ્યા હતા. બાદમાં જાણવા મળેલ કે આ લોકો એલસીબીમાંથી નહી પરંતુ ફાઈનાન્સ કંપનીના યશ મનોજ આલ, હરસુર દાના આલ અને હાર્દિક પરેશ આલ (ત્રણેય રહે. શિહોર) હોવાનું જાણવા મળતા ઉક્ત ત્રણેય વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે હરતાલિકા તીજ છે, જાણો શુભ સમય, મહત્વ અને પૂજા પદ્ધતિ
હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ હરતાલિકા તીજ વ્રત રાખવામાં...
ગાંધીનગર ના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા નિ ધરપકડ
ગાંધીનગર પોલીસે મંગળવારે ભૂતપૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાની કથિત ગુનાહિત અનિયમિતતાઓ, ભ્રષ્ટાચાર...
Amit Shah संसद में Manoj Jha पर भड़के, Kharge और Jagdeep Dhankhar क्यों हुए गुस्सा? | Sansad Me Aaj
Amit Shah संसद में Manoj Jha पर भड़के, Kharge और Jagdeep Dhankhar क्यों हुए गुस्सा? | Sansad Me Aaj
18 वर्षीय युवती ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या महेवा ग्राम में घटी घटना
18 वर्षीय युवती ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या महेवा ग्राम में घटी घटना...