શક્તિનગર ગામ પાસે હાઇ-વે પર બોલેરો ચાલક કાચ સાફ કરી રહ્યો હતો, ત્યારે માંતેલા સ‍ાંઢની માફક પુરઝડપે આવતા ટ્રેલર ચાલકે બોલેરો ગાડીને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ટ્રેલર મુકી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ શક્તિનગર ગામ નજીક હાઇ-વે પાસેના એક કારખાનામાં મેંદાનો લોટ ભરી ધાંગધ્રા તરફ જવા નિકળેલો બોલેરો ચાલક આનંદભાઈ કાળુભાઈ કોળી ( રહે જસમતપુર તા.ધાંગધ્રા ) શક્તિનગરથી થોડે દૂર હાઇ-વે પર આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં બોલેરો ગાડી ઊભી રાખી કાચ સાફ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલકે બોલેરોને અડફેટે લેતા આનંદભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ. જ્યારે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો.આ બનાવની જાણ ચૂલી ટોલનાકે વિક્રમસિંહને થતા તેઓ તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અને ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.