સાગબારાના માચ ચોકડી નજીક બે મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત : ત્રણ ને પહોંચી ઇજા

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી દીપકભાઈ સુરપસીંગભાઇ વસાવા મીનાબેન તથા સ્નેહબેન સાથે પોતાના કબજાની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 K 7819 નંબરની મોટર સાયકલ ઉપર દેવમોગરા થી પોતાના ગામ આવલીકુંડ ખાતે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન માચ ચોકડી આગળ પુલ પાસેનો વળાંક પસાર કરી થોડી આગળ જતા સાગબારા તરફથી આવતા આ કામના આરોપીએ પોતાના કબજાની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 L 8154 નંબરની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ કામના ફરિયાદીની મોટરસાયકલ ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં ફરિયાદી દીપકભાઈ વસાવા તથા મીનાબેન વસાવા મોટરસાયકલ સાથે ઘસડાયા હતા જેમાં ફરિયાદી દીપકભાઈ વસાવાને પગની આંગળીઓના ભાગે તથા હાથના ભાગે ઇજાઓ પહોંચી તથા મીનાબેન વસાવાને ખભા ના ભાગે ફેક્ચર તથા મોઢા ના ભાગે ઇજાઓ પહોંચી તથા નેહાબેન ને માથાના તથા પગના ભાગે અને શરીરે નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા સાગબારા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...