ભાલ પંથકના મીતલી ગામે ચામુંડા માતાજીનો ભવ્ય માંડવો યોજાયો હતો.જેમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહેતા તેઓનું સામૈયુ કરી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મફતભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રમેશભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ પરમાર, સરપંચ રણછોડભાઈ જાદવ સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ - ખંભાત)