અમરેલી જિલ્લામાં ૨૦દિવસમાં સિંહ- દીપડાના જેવા હિંચક પ્રાણીઓ દ્વારા માનવ ઉપર હુમલાનીઆ ૯મી ઘટના ઘટવા પામી છે.
અમરેલી જિલ્લામા છેલ્લા વીસેક દિવસથી સિંહ દીપડા જેવા રાની પશુઓ જાણે અચાનક હિંસક બન્યા હોય તેમ હુમલાની ઘટનાઓ અવાર નવાર બનવા પામી રહી છે.
થોડાજ દિવસોમા ચાર લોકોને ફાડી ખાવા ઉપરાંત પાંચ વ્યકિતને ઘાયલ કર્યા છે.
લીલીયાના સનાળીયામા આજે બકરા ચરાવવા સીમમાં ગયેલા માલધારી યુવાન પર સિંહણે હુમલો કરી દીધો હતો. શેત્રુજી ડિવીઝન નીચેની લીલીયા રેંજમા સાવજોની ખુબજ મોટી વસતિ છે. બલકે આ વિસ્તારમા સાવજોનુ સૌથી વિશાળ ગૃપ વસવાટ કરે છે. જો કે અહીના સાવજો ભાગ્યે જ માણસ પર હુમલો કરે છે. પરંતુ હાલમા ૨૦ દિવસના ગાળામા જ સિંહ દ્વારા માણસ પર હુમલાની આજે બીજી ઘટના બની હતી.
લીલીયા તાલુકાના સનાળીયા ગામના જગદીશ રામભાઇ સાઠીયા (ઉ.વ.૨૦) નામના યુવાન પર સિંહણે હુમલો કરી દીધો હતો. અહી સિંહણ દ્વારા બકરીનુ મારણ કરવામા આવ્યુ હતુ. અને આ યુવાન દ્વારા પોતાની બકરીને બચાવવા હાકલા પડકારા કરવામા આવતા સિંહણે બકરીને પડતી મુકી આ માલધારી યુવાન પર જ હુમલો કરી દીધો હતો.
સિંહણના હુમલામા જગદીશ સાઠીયાને કમરના ભાગે ઇજા પહોંચી હતી.યુવકના હાકલા પડકારાથી સિંહણ તેને ઘાયલ કરી નાસી ગઇ હતી. તો બીજી તરફ ઘાયલ યુવકને સારવાર માટે પ્રથમ લીલીયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરવામા આવ્યો હતો.
બનાવની જાણ થતા લીલીયાના આર.એફ.ઓ.ગેલાણી સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા.
યુવકના હાકલા પડકારાથી સિંહણ તેને ઘાયલ કરી નાસી ગઇ હતી. તો બીજી તરફ ઘાયલ યુવકને સારવાર માટે પ્રથમ લીલીયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરવામા આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ લીલીયા તાલુકાના ખારા ગામે સિંહણે પાંચ માસના બાળકને ઉપાડી જઇ ફાડી ખાધો હતો.
ગત ૨૬મી નારોજ રાજુલાના સરોવડામા દીપડાએ વૃધ્ધાને ફાડી ખાધા હતા.
આજે ૩૦મી ના લીલીયાના સનાળીયામા યુવક પર હુમલો કરી દીધો
લીલિયા પંથકમાં બીજી ઘટના ઘટવા પામી છે.
લીલીયામા ૪૫ સાવજોનુ રહેઠાણ છે.
ટૂંક સમયમાં ખેતીવાડી ની સીઝન શરૂ થવા જઈ રહી છે માણસો ની ખેતર પાદર જવા ની અવરજવર વધછે અને આ માનવ ભક્ષી બનેલા અને માનવ નો લોહી ચાખી ગયેલા આ જાનવરો વધુ હિંચક બનછે તો ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ પડી શકે તેમ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી