સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે પતિ-પત્ની ઉપર સાત જેટલા લોકોએ ધારીયા અને લાકડા વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં વાડીમાં પાણીની લાઈન નાખવાના મામલે બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે વાડી વિસ્તારમાં પતિ-પત્ની ઉપર તેના જ કુટુંબના ભાઈઓ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં રાત્રીના સમયે આઠ વાગ્યાની આજુબાજુ પતિ-પત્નિ વાડીએ એકલા હતા, ત્યારે આઠ જેટલા લોકોએ આવી તેમના ઉપર લાકડી અને ધારીયા જેવા હથિયારોથી ઘાતક હુમલો કર્યો હતો. જેમાં વાડીમાં પાણીની લાઈન નાખેલી છે, તે કાઢવા બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આઠ જેટલા લોકોએ લાકડી અને ધારીયા વડે રણછોડભાઇ માઘાભાઇ કમેજળીયા અને તેમની પત્નિ હિનાબેન રણછોડભાઇ કમેજળીયા ઉપર ઘાતક હુમલો કર્યો હતો.જેમાં રાત્રીના અંધારામાં ખેતરમાં કોઇપણ પ્રકારની લાઇટની સુવિધાઓ ન હોવાથી અંધારાનો લાભ લઇ આઠ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પતિ-પત્નીને ગંભીર રીતે ઇજાઓ થતાં સારવાર માટે બંનેને બોટાદની સબીયા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં રણછોડભાઇ કમેજળીયાનું માથું ફાટૂ જતા તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઇને ઢળી પડ્યાં હતા. ત્યારે આ ઘટના અંગે સાયલા પોલીસને જાણ થતાં પોલીસે તેમનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે બિજલભાઇ ચોથાભાઇ કમેજળીયા, ચોથાભાઇ વજાભાઇ કમેજળીયા, સોમાભાઇ ચોથાભાઇ કમેજળીયા, રાહુલભાઇ બિજલભાઇ કમેજળીયા, ગૌતમભાઇ બિજલભાઇ કમેજળીયા, દર્શનભાઇ સોમાભાઇ કમેજળીયા, મુકેશભાઇ સીધરભાઇ કમેજળીયા, મનસુખભાઇ વાલાભાઇ કમેજળીયા, મુનાભાઇ વાલાભાઇ કમેજળીયા અને તેમના સંબંધીની અજાણી વ્યક્તિ સહિત કુલ દશ જેટલા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.