એસ.એસ.સી ધોરણ 10 ના બોર્ડ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે અનેક બાળકોએ પોતાની મહેનત થકી સારી એવી સફળતા મેળવી અને ગામ શહેર અને સમાજનું માથું ગૌરાંવીન્ત કર્યું છે ત્યારે દિયોદર તાલુકાનાનવા ગામનાં હિતેસભાઈ શાહ કે જેઓ વ્યવસાય સાથે તેઓના મોટા પુત્ર પ્રેમ ને ભણાવવા તેઓ પ્રથમ પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળાઓ માં અભ્યાસ બાદ 7 અને 8 ધોરણ ગાંધીનગર બાદ 9,10 અમદાવાદ ની સી એન વિદ્યાલય માં અભ્યાસ ખંત પૂર્વક મેળવી અને ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 97.60 PR મેળવી સમાજ અને નવા ગામનું નામ રોશન કર્યું હતું.જો કે ઉલ્લેખનીય છે કે ધોરણ 10 માં આ પ્રેમ શાહએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 95 ગુણ મેળવ્યા હતા જે બાબત પણ ખરેખર અભિનંદન પાત્ર છે કારણ કે અત્યારે લોકો અંગ્રેજી ભાષા ના વધારે ઉપડા લીધા છે ત્યારે માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા ની ભારે અવહેલના થઈ રહી છે ત્યારે પિતા ના પગલે પુત્ર પણ સંસ્કૃતિ મુજબ સંસ્કાર સાથે ના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે ત્યારે તેઓ ધોરણ 10 પછી સાયન્સ કરી અને upsc ની પરીક્ષાઓ આપી અને કારકિર્દી બનાવવી છે તેમ પ્રેમ શાહ એ વાત ચિત માં જણાવ્યું હતું આમ આ ધોરણ 10 ની પરીક્ષામાં પ્રેમ શાહ નો ઉત્કૃઠ દેખાવ કરતા પરિવાર સહિત સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ નો ધોધ વ્હાવ્યો હતો ત્યારે પુત્ર વતી પિતા હિતેસભાઈ શાહ એ પ્રદીપભાઈ શાહે સોનો આભાર વ્યક્ત કર્યો હતો....