ભચરવાડા નજીક કરજણ પુલ પાસે પાર્ક કરેલી ટ્રકની પાચર પેસેન્જર ભરેલી એસ ટી બસ ભટકાતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના પાટીયા નજીક કરજણ પુલ પાસે હાઇવે રોડ ઉપર આ કામના ફરિયાદી કૈલાશ રાધા કિશન માને નાઓએ પોતાના કબજાની ટ્રક નંબર MH 23 AU 6245 નંબરની ટ્રકના ડ્રાઈવર સાઈડ નું આગળ નું ટાયર ફાટી ગયેલ હોય જેથી ટ્રકનું ઇન્ડિકેટર ચાલુ કરી ટ્રકની પાછળ થોડા અંતર સુધી ઝાડી ઝાખરા મૂકી ટ્રકનું ટાયર બદલતા હોય તે દરમિયાન એક સરકારી બસ નંબર GJ 18 Z 6555 નંબરની બસના ચાલકે પોતાના કબજાની પેસેન્જર ભરેલી બસ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કરજણ પુલ નજીક આવતા ગાડી ના સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા આ કામના ફરિયાદી ની ટ્રક પાછળ એસ ટી બસ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસ ચાલક હર્ષદભાઈ છોટાભાઈ તડવીને શરીરના ભાગે તથા કમરના ભાગે અને પેટના ભાગે ગેબી ઈજા પહોંચી તથા કંડકટર હસમુખભાઈ ભીખાભાઈ પ્રજાપતિને પગના ભાગે ફ્રેક્ચર તથા શરીરે નાની મોટી ઈજા પહોંચી તથા બસમાં બેઠેલા અન્ય પેસેન્જરોને શરીર નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે સદર ઘટના નો જાણ રાજપીપળા પોલીસ ને થતા રાજપીપળા પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી છે