મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા વડા દ્વારા આજે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કડી તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા પોલીસ લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ વડા દ્વારા પોલીસની પરેડ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન કૌશલ્ય, ટન આઉટ જેવા પાસાઓ ચકાસવામાં આવ્યા હતા.
કડી તાલુકાના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમજ ડીટેક્શન આરોપીઓ પકડવાની કામગીરી અટકાયતી પગલા પ્રોહીબિશન અને જુગાર ટ્રાફિકલગત કામગીરી સમીક્ષા જિલ્લા વડા દ્વારા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા વડા અચલ ત્યાગી દ્વારા સારી કામગીરી બિરદાવી હતી અને પરિણામ લક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પર આપવામાં આવ્યું હતું. તેમજ બાવલું પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆત સાંભળી હતી.
કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસવાળા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર પણ યોજાયો હતો. જેમાં લોકો સાથે સંવાદ કર્યા હતા. અહીં લોકોને સાહેબ ટ્રાફિક અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમજ લોકોને નીડર બની તેમની ફરિયાદ નોંધાવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસમાં જાણ કરવા પણ સમજણ આપવામાં આવી હતી. બાવલુ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારની અંદર બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એલ રાઠોડ તેમજ પોલીસ કર્મીઓ અને બાવલુ ગામના સરપંચ તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.