છેલ્લાં બે વર્ષથી અમરેલી જીલ્લા જેલમાથી વચગાળાના જામીન રજા પરથી ફરાર પાકા કામના લીસ્ટેડ પરપ્રાંતિય કેદી અર્જુન બામનીયાને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

વિગતઃ-

આ કામના કેદીને લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૧૧૧૯૩૦૩૪૨૦૦૭૩૪/૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૩૨૪, ૩૨૫, ૧૧૪ વિ. મુજબના કામે

નામ. જયુ.ફ.ક.મેજી. સા. લાઠી કોર્ટ દ્વારા કેદીને એક વર્ષની કેદની સજા તથા રૂ.૨૦૦૦/- દંડ ની સજા થતા મજકુર કેદી અમરેલી જીલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય.

અને સુઓ મોટો રીટ પીટીશન નામદાર સુપ્રિમ કોર્ટના હુકમ અન્વયે નામ.એડી.સેશન્સ કોર્ટ અમરેલી દ્વારા તા.૨૫/૦૫/૨૧ ના કેદીને વચગાળાનાં જામીન રજા પર દિન-૯૦ માટે મુકત કરવા હુકમ થતા

મજકુર કેદીને તા.૨૫/૦૫/૨૦૨૧ ના રોજ મુકત કરવામાં આવેલ અને મજકુર કેદી તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ ફરાર થયેલ.

જે અંગે અમરેલી જીલ્લા જેલર દ્રારા લાઠી પો.સ્ટે. નો.કો. નં.૦૫/૨૦૨૧ પ્રિઝન એકટ કલમ-૫૧-એ, ૫૧-બી મુજબનો ગુન્હો રજી. કરેલ. જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો.

અધિક પોલીસ મહાનીદેશક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર નાઓ દ્વારા રાજ્યની જેલોમાંથી ફરાર થયેલ કેદીઓ પકડવા સારૂં ખાસ ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે

ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય,

 જે અન્વયે હિંમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય,

જે અન્વયે એ એમ પટેલ પો.ઇન્સ. એલ સી બી, અમરેલી નાઓના ટેકનીકલ સોર્સીસ આધારે કે.જી.મયા (ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા.

અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના ટોકરાળા ગામના પાટીયા પાસેથી તા.૨૬/૦૫/૨૦૨૩ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા સારૂ અમરેલી જીલ્લા જેલને સોપવા સારૂ લાઠી પો.સ્ટે, સોપી આપેલ.

પકડાયેલ ફરાર કેદી:-

કેદી નં.૧૧૧૫૮ અર્જુન સેનસીંગ બામનીયા ઉ.વ.૨૩, ધંધો-મજુરી, રહે.-સંદા, સેજાવાડા પોલીસ ચોકી, તા.ભાભરા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકરસિંહ નાઓની સુચના અન્વયે કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એએસઆઇ હિંમભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા, તથા પો.કોન્સ સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ઘરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.