ડીસા તાલુકા પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. ત્યારે ખાનગી રહે મળેલ બાતમીના આધારે પોલીસે કુચાવાડા ટોલ પ્લાઝાથી બસ સ્ટેન્ડ વચ્ચે નાકાબંધી કરી પાંથાવાડાથી કુચાવાડા તરફથી આવતી ગાડી નં. જીજે-18-બીપી-9151 ને

ઉભી રાખવાનો ઇશારો કરતાં ગાડી ચાલકે ગાડી કુચાવાડા ગામ તરફ઼ ભગાડી મૂકી હતી.પોલીસે પીછો કરીને ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ગાડીમાંથી રૂ. 2,03,130 ની કિંમતની 738 દારૂની બોટલો ઝડપી પાડી હતી.

 પોલીસે જીવંતકુમાર કિશનલાલ માળી (રહે. હિંગળાજ નગર, વોર્ડ નં. 5, તા.સાંચોર,જી.ઝાલોર) અને ખુશાલભાઇ ધર્માજી માળી (રહે. રાણપુર આઠમ, તા.ડીસા) ને ઝડપી રૂ. 17,13,130 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.