મહુવા તાલુકાના બામણિયા ગામની પ્રાથમિક શાળા સંકુલ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેટર લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રૂ.૫૩.૫૯ લાખના ખર્ચે નિર્માણ પામેલ જ્ઞાનઉર્જા વાંચનાલય લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું બામણિયા ગ્રામ પંચાયતે વાંચનાલય માટે જમીન ફાળવી છે વર્ષ ૨૦૨૨-૨૩ના કંપનીના સી.એસ.આર ફંડમાંથી રૂ.૫૩.૫૯ લાખના ખર્ચે નવનિર્મિત વાંચનાલયનું મકાન અને પ્રાથમિક શાળાના કુમાર અને કન્યા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સેનિટેશન એકમનું લોકાર્પણ કરાયું છે આ વાંચનાલયની કુલ ક્ષમતા ૫૦ બેઠકની છે શાળાના વિદ્યાર્થીઓ,સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ,ગ્રામજનો વાંચનાલય અને પુસ્તકાલયનો લાભ લઈ શકશે ઈ-લાયબ્રેરી માટે પણ કંપનીએ ત્રણ કમ્પ્યુટર ફળવ્યા છે