બનાસકાંઠા ભુસ્તર વિભાગનો સપાટો બોલાવ્યો છે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિત સિંહની સૂચનાથી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધર્યું હતું ડ્રોન સર્વેલન્સ દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડી છે જેમાં દાંતીવાડાના જાત ગામે ગેરકાયદેસર રીતે સાદી રેતીના 5 ડમ્પર, 6 ટ્રેકટર સહિત 1.50 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વાહનો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યુ હતું. તે દરમ્યાન દાંતીવાડાના જાત ગામે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ડ્રોન સર્વિલન્સ દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરીલ 5 ડમ્પર અને 6 ટેક્ટર ઝડપી પાડ્યા છે જેમાં કુલ 1.50 કરોડનો મુદામાલ કબ્જે કરી તમામ વાહનો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે જણાવ્યું હતું કે, મોડી રાત્રે ચેકીંગ દરમ્યાન દાંતીવાડાના જાત ગામે પાસેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે જેમાં પાંચ ડમ્પર અને છ ટ્રેક્ટર જપ્ત કર્યા છે જ્યારે તપાસ કર્યા બાદ ડમ્પર માલિકો અને લીઝ માલિકને દંડ ફટકારવામાં આવશે.