ડીસાના નાની આખોલ ગામે રબારી ટેકરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી મોબાઇલ ફોન સહિત રૂ. 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકા પી.આઇ. એસ.એમ.પટણીની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો આખોલ ચાર રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, નાની આંખોલ ગામે રબારી ટેકરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક તપાસ કરતા રબારી ટેકરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટોળું જુગાર રમવા બેઠેલું હતું.
પોલીસને જોઈ જુગારીયાઓમાં ભાગદોડ મચી હતી. જો કે પોલીસે જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી અંગ ઝડતી તેમજ દાવમાં લગાવેલી રોકડ મળી અને ત્રણ મોબાઈલ સહિત રૂપિયા 14 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા જુગારીયાઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા ઝડપાયેલા શખ્સોના નામ
પ્રવીણભાઈ ગણેશભાઈ લુહાર, સાગરકુમાર દલપતભાઈ પરમાર, અનિલકુમાર જેસંગજી માજીરાણા, મુકેશકુમાર બાબુજી ઠાકોર, કિશન બાબુભાઈ ભરથરી, સુનિલ અમરતજી માજીરાણા, જગજીવન શ્રીનાથ બાવા, ખુશાલ મોહનભાઈ માજીરાણા, વિશાલ કાનાજી માજીરાણા, હિંમતભાઈ શંકરભાઈ માજીરાણા, ભાવેશ ત્રિભોવનભાઈ મોદી