રાજુલા પો.સ્ટે.ના વડ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૭૪ કિ.રૂ.૩૦,૩૬૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી કવોલીટી કેસ શોધી રાજુલા સર્વેલન્સ ટીમ

             અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ સા.કુંડલા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ નાઓએ આગામી ભીમ અગિયારસના તહેવાર અન્વયે પ્રોહિબીશનના વેચાણ,સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી,તેમના ઉપર સફળ રેઇડ કરી,કડક કાર્યવાહી કરી તેમને પકડી પાડવાં જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

              જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.એન.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ આગામી ભીમ અગિયારસના તહેવાર અન્વયે રાજુલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય,

તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજુલા તાલુકાના વડ ગામે આવેલ મંગળુભાઇ જેઠસુરભાઇ ધાખડાના રહેણાંક મકાને તેઓએ તથા તેની સાથે બીજા કેટલાક ઇસમો ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

જે આધારે રેઇડ કરતાં હકિકત વાળી જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી,સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીની વિગત-*

 (૧) મંગળુભાઇ જેઠસુરભાઇ ધાખડા ઉ.વ.૩૮, ધંધો.ખેતી, રહે.વડ,રામજી મંદિર પાસે,તા.રાજુલા, જિ.અમરેલી,

*પકડવાના બાકી આરોપીઓની વિગત*

(૧)ઇન્દ્રજીતભાઇ ખોડુભાઇ ધાખડા

(૨) શીવાભાઇ કનુભાઇ ધાખડા

 (૩) ખોડુભાઇ મનુભાઇ ધાખડા

રહે.ત્રણેય વડ .

*પકડાયેલ મુદામાલની વિગત-*

IMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY 750 ML ની કંપની રીંગ પેક બોટલ નંગ-૪૪ કિ.રૂ.૧૫,૮૪૦/- 

MASTER BLENDER’S SIGNATURE PREMIER GRAIN WHISKY 750 ML ની કંપની રીંગ પેક બોટલ નંગ-૦૬ કિ.રૂ.૪,૯૨૦/- 

ROYAL STAG CLASSIC WHISKY લખેલ 750 ML ની કંપની રીંગ પેક બોટલ નંગ-૨૪ કિ.રૂ.૯,૬૦૦/-

*કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ-*

  આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. જે.એન.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હિંડોરણા બીટ હેઙ.કોન્સ અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા પો.કોન્સ. રવિભાઇ બાબુભાઇ વરૂ તથા હરેશભાઇ ભાયાભાઇ વાળા દ્રારા કરવામાં આવેલ

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.