પાવીજેતપુર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન હટાવવા માટેની કામગીરી શરૂ : ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આપી લીલી ઝંડી
પાવીજેતપુર વન વિભાગ દ્વારા સરકારના લાઈફ સ્ટાઇલ ફોર એન્વારલમેન્ટ અંતર્ગત પ્લાસ્ટિક પોલ્યુશન મુક્તનું ઝુંબેશ હાથ ધર્યું છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતમાં ડો.બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે લીલી ઝંડી આપી કાર્યક્રમને આગળ વધાવ્યો હતો .
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુરના ડો.બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે આજ રોજ વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ઝૂંબેશ હાથ ધરાયું હતું. જેમાં તાલુકાની નદી, કોતર,સિટીમાં, જંગલમાં જેવી જગ્યાએ ફેંકેલ પ્લાસ્ટિક સાફ કરવા માટે સફાઈ અભ્યાણ હાથ ધર્યું હતું. પ્લાસ્ટિકએ હાનિકર વસ્તુ હોય અને પ્લાસ્ટિક નો નાશ થતો નથી જેના કારણે નદી,કોતર,જંગલ જેવા વિસ્તરમાં પ્રાકૃતિકને હાની પોહચે છે. તેમજ મૂંગા પશુઓ કચરામાં પડેલા પ્લાસ્ટિકને અજાણતા ખાઈ જાય છે તો ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓમાં મૂંગા ઢોરોના મોં ફસાઈ જતા મૃત્યુ પણ થઇ જાય છે. આવી ઘટનાઓ ના બને તે માટે આજ રોજ ડો. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સરકારના લાઈફ સટાઇલ ફોર એન્વારલમેન્ટ અંતર્ગત પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો .
આ પ્રોગ્રામમાં તાલુકાના અનેક વિસ્તારોમાં પ્લાસ્ટિ પોલ્યુશન દૂર કરવામાં આવશે પાવીજેતપુર વન અધિકારી વનરાજસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર આ પ્રોગ્રામમાં વન વિભાગના ૨૫ જેટલા કર્મચારીઓ તેમજ ૨૦ જેટલા રોજમદારો અને કામદારો પણ આ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકાના અનેક વિસ્તારો માંથી પ્લાસ્ટિક પોલ્યુશનને વન વિભાગ દ્વારા દૂર કરવામાં આવશે.