ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ભાજપ પાસેથી કેટલીક બેઠકો આંચકી લેવાની વ્યૂહરચના ગોઠવી કામગીરી શરૂ કરી છે અને જ્યાં અગાઉની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઓછી સરસાઈથી જીત્યા હોય તેવી બેઠકો ઉપર નજર દોડાવી છે તો બીજી તરફ ગુજરાતમાં ભાજપ એવું માને છે કે ભાજપ સરકારની કામગીરીના આધારે જ જનતા મત આપે છે અને તે કામોની સમીક્ષા અને લોકો સુધી તે વાત લઈ જવાશે અગાઉ નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર સુધી રાજ્ય સરકારની કામગીરીના આધારે મત મળતા હતા પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ હવે ફક્ત કેન્દ્ર સરકારની કામગીરી તથા ગુજરાતમાં વિવિધ કેન્દ્રીય તથા રાજ્યની યોજનાઓનો અમલ વગેરેના આધારે જ ભાજપને મત મળતા હોય પક્ષમાં હવે ચહેરા કોઇપણ હોય પણ પક્ષના સંગઠન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહ રચનાના આધારે મત મળે છે પરિણામે આગામી ચૂંટણી જીતી શકાય છે તેવી ભાજપની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દરમિયાન આજે રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ ગુજરાતમાં છે. તેમના આગમન પહેલાં જ ભૂપેન્દ્ર પટેલના બે મોટા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા છીનવી લેવાયા છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ મોરચા અને નેતાઓની અલગ અલગ બેઠક યોજાવાની છે,જેમાં તેઓ હાજર રહેવાના છે. જ્યારે રવિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.