સુરેન્દ્રનગરથી દારૂ-બિયરનો જથ્થો ભરી કુતિયાણા તરફ જતી ઇનોવા કારણો ફિલ્મી ઢબે પીછો કરી કુતિયાણાના શખ્સને દબોચી દારૂની 72 બોટલ, ચપલા અને બિયરનો જથ્થો મળી કુલ રૂ।.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર, એલસીબી ઝોન-1 ના પીએસઆઇ બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે અમદાવાદ તરફથી દારૂ ભરેલ કાર રાજકોટ તરફ આવતી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ કુવાડવા રોડ પર વોચમાં હતી ત્યારે પસાર થતી ઇનોવા કાર નં. જી.જે.21. બી.સી. 6284 ને અટકવાનો પ્રયાસ કરતા કારચાલકે કાર ભગાડી મૂકી હતી. પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરી પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસેથી કારણે પકડી ચાલક રાહુલ ઉર્ફે આશીષ બાવનજી ખાવડા (ઉ.વ.24),(રહે.મોહોબતપરા, કુતિયાણા) ને દબોચી કારમા તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 72 બોટલ, ચપલા 480 અને બિયરના 120 ટીન મળી આવ્યા હતાં. પોલીસે દારૂ-બિયરનો જથ્થો, કાર અને મોબાઈલ મળી રૂ.5.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલા રાહુલે પૂછપરછમાં જણાવ્યું કે, તે દારૂનો જથ્થો સુરેન્દ્રનગરથી ભરીને કુતિયાણાના બાલોચ ગામે જતો હતો, તેમજ તેની કાર આગળ બુટલેગર રવિ તેજા વાળા (રહે. બાલોચ, કુતિયાણા) પયલોટિંગ કરતો હતો. તેમજ તેને એક ફેરાના પાંચ હજાર રૂપિયા મળતાં હોવાનું કબૂલ્યું હતું. દરોડા દરમિયાન રવિ નાસી છૂટતાં પોલીસે તેની શોધખોળ આદરી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા રાહુલ વિરુદ્ધ દારૂના બે ગુના અને ફરાર થયેલ રવિ વિરુદ્ધ દારૂના અનેક ગુના નોંધાયેલ છે.કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ નાગેશ્વર પાર્ટી પ્લોટ પાસે યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતી કાર નં. જી.જે.03.કે.એચ.4192 ને અટકાવી કાર ચાલકનું નામ પૂછતાં કલ્પેશ બાબુ ઠુમર (ઉ.વ.42),(રહે. લાલપાર્ક શેરી નં.1,આહીર ચોકની બાજુમાં) અને તેની સાથેનાએ હરેશ શામજી દેગામા જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં દારૂની એક બોટલ મળી આવતા બન્ને શખ્સોની ધરપકડ કરી દારૂ અને કાર મળી ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |