રાજ્યભરમાં દૂધાળા પશુઓ માટે કાળ બનીને આવેલા લમ્પિ વાયરસે જાણે ભરડો લીધો હોય તેમ દિન પ્રતિદિન લમ્પિ વાયરસ થી અસર ગ્રસ્ત પશુઓની સંખ્યા વધી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યત્વે ગાય અને ગૌવંશ માં જોવા મળતા આ વાયરસ ને પગલે મોટી સંખ્યા માં પશુઓ મોત ને ઘાટ ઉતરી રહ્યા છે. ત્યારે સિહોર શહેરમાં અગમચેતી દાખવી ગૌસેવકો દ્રારા લમ્પિ રોગનું 200 જેટલી ગામ ની ગાયોને ફ્રી માં રસીકરણ કરવામાં આવ્યું હતું. મોટાચોક વિસ્તારના ગૌસેવકો અનેપશુ ચિકિત્સક વિમલભાઈ દ્વારા મોટાચોક, લાઇબ્રેરી, જુના સિહોર, ફાયરિંગ બટ, ઢસાપા, જૂની શાકમાર્કેટ, દરવાજા પાસે, ધનકેડી રોડ, મોઘીબાની જગ્યા વગેરે જેવા વિસ્તારમાં રખડતા 200 જેટલા ગૌવંશને લમ્પી વાયરસ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું તથા આ તમામ ગૌવશના સિંગ પર કલર કરીને નિશાની પણ કરવામાં આવી હતી. વાયરસે અનેક ગૌવંશના ભોગ લીધા છે ત્યારે સિહોરના આ યુવા ગૌસેવકોની નિસ્વાર્થ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે