ફાઇરીંગ તેમજ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી બગવદર પોલીસ
ગઇ તા.૧૯/૦૫/૨૦૨૩ ના બગવદર પોલીસ સ્ટેશન હદના બખરલાગામની સીમમા અરજન નરબતભાઇ ખુંટી રહે.બખરલાવાળાએ ફાઇરીંગ કરી ખીમાભાઇ ગીગાભાઇ ખુંટી તથા તેમના ભત્રીજા કીશોર માલદેભાઇ ખુંટી રહે.બંન્ને બખરલાસીમ વાળાઓને ઇજાઓ કરતા ખીમાભાઇ ગીગાભાઇ ખુંટી સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય આ બાબતે આરોપી અરજન નરબતભાઇ ખુંટીને સત્વરે પકડી પાડવા માટે,જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રીમયકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવી મોહન સેની સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામાં શરીર સબંધી ગુન્હામા તાત્કાલીક પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધીક્ષક પોરબંદર ગ્રામ્યના સુરજીત મહેડુ સાહેબ એ સત્વરે સતર્કતા દાખવી સત્વરે કન્ટ્રોલ રૂમ મારફતે નાકાબંધી એલર્ટ કરાવી અને આરોપીની તપાસમા રહેવા એલર્ટ કરેલ હોય તે દરમ્યાન બગવદર પો.સ્ટે.ના પો.કોન્સ. દુલાભાઇ લખમણભાઇ ઓડેદરાને મળેલ બાતમી હકીકતને આધારે અને ડી.વાય.એસ.પી.શ્રી સુરજીત મહેડુ સાહેબની સુચના અનુસાર રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ સા. તથા પો.કોન્સ. હીમાંશુભાઇ મકકા તથા સરમણભાઇ મારૂ તેમજ બગવદર પો.સ્ટેના પો.કોન્સ. જયમલભાઇ મોઢવાડીયા તથા વિપુલભાઇ ઘુઘલ વિગેરેનાઓએ હકીકતવાળી સ્ટેશન પ્લોટ રોડથી બખરલાગામ સુધીના રોડ પર ક્રોસ પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગ કરતા હોય તે દરમ્યાન આરોપી-અરજન નરબતભાઇ ખુંટી રહે.બખરલાગામ વાડી વિસ્તાર વાળાને ફોરવ્હીલ ગાડી જેના રજી.નં.જી.જે.૧૦-એ.પી.૬૪૭૪ સાથે બોરીચાથી બખરલાગામ તરફ જતા રસ્તા પરથી ગણતરીની કલાકોમા આરોપીને ઝડપી પાડી તમામ પોસ્ટાફ એ સરાહનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પોરબંદર ગ્રામ્યના ડી.વાય.એસ.પી.શ્રી સુરજીત મહેડુ સાહેબ તથા બગવદર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ એ.એ.મકવાણા સા. તથા રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.ડી.જાદવ સા. તથા બગવદર સર્વેલન્સ સ્કોડના પો.હેઙકોન્સ બી.ડી.ગરચર તથા અનાર્મ પોલીસ કોન્સ. જયમલ સામતભાઈ મોઢવાડીયા તથા દુલાભાઈ લખમણભાઈ ઓડેદરા તથા વિપુલભાઇ કમલેશભાઇ ઘુઘલ તથા રાણાવાવ સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ. હીમાંશુ વાલાભાઇ મકકા તથા સરમણભાઇ દેવાયતભાઇ મારૂ તથા ડ્રા.હેઙકોન્સ હીરેનભાઇ રતીલાલ જોષી તથા પો.કોન્સ લાલાભાઇ વલ્લભભાઇ સોલંકી વિગેરેનાએ કરેલ છે.