ચોટીલા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગે બાતમી મળતા ખેરડી ગામની વાડીમાં દરોડો કરતા જુગારીઓમાં નાશભાગ મચી હતી.પરંતુ પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સંચાલક ફરાર થઇ ગયો હતો.આ પકડાયેલા લોકો પાસેથી રોકડા, મોબાઇલ, કાર સહિત રૂ.11,92,680નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.ખેરડી ગામના રસ્તા પર ગામની સીમમાં ચંદ્રરાજભાઈ ઉર્ફે લાલભાઈ મંગળુભાઈ ખાચર હાલ રહેવાસી ચોટીલા ચામુંડા નગર મૂળ રહેવાસી ખેરડીના વાડીમાં બહારથી જુગાર રમવા માટે માણસો બોલાવીને નાળ ઉઘરાવીને તીનપત્તી જુગાર પર દરોડો કર્યો હતો.જયાં જુગાર રમતા હિરેનભાઈ શૈલેષભાઈ તન્ના રાજકોટ, શૈલેષભાઈ જનકભાઈ કોટક રાજકોટ, હીરાભાઈ કાળાભાઈ ગોરીયા ઢુવા, મનીષભાઈ મોહનભાઈ આડેસરા રાજકોટ, અશોકભાઈ છગનભાઈ માનસુરીયા વાંકાનેર, કૌશિકભાઇ હરજીવનભાઈ મેરજા મોરબી, નિરુભા મેરૂભા જાડેજા ખંઢેરા, રમેશભાઈ શામજીભાઈ રામાણી રાજકોટ, નિઝામભાઈ કરીમભાઈ જેડા ઢુવા, જગદીશભાઈ દિનેશભાઈ ચુડાસમા કાલાવડ, નરેન્દ્રભાઈ ચંપકભાઈ સોરઠીયા રાજકોટ, અમિતભાઈ ઉકાભાઇ પરમાર રાજકોટ, મહોબતસિંહ ભૂપતસિંહ ચૌહાણ ઢુવા જુગાર રમતા ઝડપાયા હતા.તેમની પાસેથી રોકડ રૂ.1,30,680 અને મોબાઈલ ફોન 14 કિંમત 62 હજાર તથા ત્રણ કારકિંમત 10,00,000ના મુદ્દામાં સાથે કુલ રૂ.11,92,680 ના મુદ્દામાલ સાથે 13 શખસને ઝડપ્યા હતા. જ્યારે ચંદ્રરાજભાઈ મંગળુભાઈ હાજર મળતા જુગાર અંગે ફરિયાદ નોંધઇ હતી.