બોટાદ ભાવનગર રોડ સર્કલ ત્રણ રસ્તા પાસે આવેલ પંચપીર બાબાની દરગાહ ખાતે તા.19/2/2023 ના રોજ ઉર્સ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.! આ ઉર્ષ હિન્દુ મુસ્લિમ એકતા પ્રતિક આ દરગાહ પર સાથે મળીને લોકો ઉર્ષ (મેળો) ઉજવે છે, આ ઉર્ષ માં મોટી સંખ્યામાં લોકો સલામ (દર્શન) કરવા માટે ઉમટી પડ્યા હતા તેમજ અહિં આવતા લોકો માટે નિયાઝ (પ્રસાદ) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.! આ વર્ષો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.! લોકોએ દરગાહ પર આવી દુઆ સલામ (દર્શન) કર્યા હતા.!
બોટાદ જ્યોતિગ્રામ સર્કલ પાસે આવેલ પંચપીર દાદા ની દરગાહે શાનોશોકતથી ઉર્સ ની શાનદાર ઉજવણી કરવામાં આવી

