બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનસીલ અમીરગઢ બોર્ડર પર અવાર નવાર બુટલેગરો દ્વારા ગુજરાત માં દારૂ ઘુસાડવાના નવા નુસખા અપનાવતા હોય છે, પરંતુ પોલીસ ની બાજ નજર થી ઝડપાઇ જતા હોય છે..

અમીરગઢ પોલીસ રૂટિંગ ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફ થી આવતા ટ્રક ને રોકાવીને ચેક કરતા ટ્રક માં ગુપ્ત ખાનું બનાવી દારૂ લઈ ગુજરાત માં પ્રવેસે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે..

અને એક ઈસમ ની અટકાયત કરી, બે સામે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..

અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન ના આબુરોડ તરફ થી શંકાસ્પદ ટ્રક આવતાં પોલીસ ટ્રક DL - 01 - LX - 1359 ને સાઇડ કરાવી ટ્રકની પાછળ ના ભાગે તપાસ કરતાં ઘર વખરી નો સામાન ભરેલ હતો..

પરંતુ ટ્રક ની અંદરનો ભાગ બહારના ભાગ કરતાં ઓછો જણાતા ટ્રકની અંદર જીણવટભરી રીતે જોતા ટ્રકની કેબીન ના પાછળના ભાગે ગુપ્તખાનું બનાવેલ હતું..

જેનું ઢાંકણ ખોલી જોતાં ગુપ્ત ખાનામાં દારૂ મળી આવતા ઈસમ ને અટક કરી ટ્રક માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ 3120 જેટલી બોટલ સહીત કુલ 12 લાખ 9 હાજરનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલાક આરોપી

( 1 ) ધર્મવીરસિંહ લાલસિંહ ચમાર હાલ રહે, નગલી ડેરી નજબગઢ દિલ્હી તથા

( 2 ) બબ્બર વાળાઓ એ એકબીજા ના મેળાપીપણામાં પ્રતિબંધીત ગુજરાત માં ઘુસાડવાનું ષડયંત્ર રચી તહોદાર ધર્મવીરસિંહ પકડાઇ ગયેલ હોય જેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે..