મહુવા તાલુકાના વિનય નિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખરવાણ ખાતે મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2023 અને પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટર્સ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટીશનલ વેલ્યુ અંગેની જાગૃતી આવે તેમજ લોકો દ્વારા ઓછા ખર્ચે મિલેટ્સ પાકોનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવે તે અંગે માહિતગાર કરવા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ તે અંગે ખેતીવાડી વિભાગ સુરત, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ-ફ્રુડ એન્ડ વેજીટેબલ ફેડરેશન, બારડોલી અને શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. બામણિયાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન સમારંભના અધ્યક્ષ મહુવા170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં યોજાયું હતું. મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન માનસિંહ પટેલ ગુજરાત સ્ટેટ કોઓરેટિવ ફૂડ એન્ડ વેજીટેબલ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ બારડોલી કે.વી.પટેલ સયુંકત ખેતી નિયામક શ્રી સુરત વિભાગ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.