દેશ અને રાજ્યમાં અદાલતી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક કેસોમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનથી ઉકેલ આવી શકતો હોય છે.સમયના બચાવ સાથે ઝડપથી ન્યાય મળે અને કેસોનો નિકાસ થાય તે હેતુસર રાષ્ટ્રીય લોક અદાલત વકીલ, અસીલ માટે આર્શીવાદરૂપ નીવડી છે.રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયલય આણંદ હેઠળ ઉપરાંત જિલ્લાના તાંબા હેઠળ આવતી અદાલતો માટે ખંભાત ખાતે ૧૧ ફેબ્રુઆરી એટલે કે આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે. જેમાં આણંદ જિલ્લા સેવા સત્તા મંડળના સચિવ એ.જી શેખે અનુરોધ કર્યો છે.
રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન મોટર વહિકલ એક્ટ, ફોજદારી સમાધાન લાયક કેસો, ૧૩૮ ચેક બાઉન્સના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, એલ.એ.આરના કેસો, હિન્દૂ લગ્ન ધારો, મુસ્લિમ લગ્ન ધારો, ખ્રિસ્તી લગ્ન ધારો હેઠળના કેસો, મજૂર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાન, બેંકના, વીજળી ચોરીના, પાણી ચોરીના સહિતના અનેક કેસો લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન થાય છે.
(સલમાન પઠાણ-ખંભાત)