દસાડા પોલીસ દારૂ ભરેલી બે ગાડી સાથે વિદેશી દારૂની 384 બોટલો સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા છે. જેમાં દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસેથી રૂ. 4,66,700ના મુદામાલ સાથે વિદેશી દારૂની 204 બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. અને ગવાણા ગામના બોર્ડ પાસેથી રૂ. 2,67,500ના મુદામાલ સાથે વિદેશી દારૂની 180 બોટલો ઝડપાઇ હતી જેમાં આરોપી ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકોર સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન વડગામ ત્રણ રસ્તા પાસેથી લાલ કલરની મારૂતી સ્વિફ્ટ ગાડીને હાઇવે પર ચારેબાજુથી કોર્ડન કરી સાઇડમાં ઉભી રખાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અને ગાડીમાંથી જીગરભાઇ ઉર્ફે જગદિશભાઇ હેમજીભાઇ નાઇ ( બનાસકાંઠા ) અને વિજયસિંહ ઉર્ફે લાલસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ ( બનાસકાંઠા )ને વિદેશી દારૂની બોટલો નંગ- 132 કિંમત રૂ. 49,500 તથા બિયર ટીન નંગ- 72 કિંમત રૂ. 7,200, સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 4,00,000 અને મોબાઇલ નંગ- 2 કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 4,66,700ના મુદામાલ સાથે ઝબ્બે કરી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી દસાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.