આજથી સાતેક દિવસ પહેલા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં આવેલ સાવરકુંડલા મહુવા હાઇવે રોડ ઉપર ખાંભા ટી પોઇન્ટેથી પ્રાઇવેટ ઇકો ગાડીમાં બેસી મુસાફરી કરતા માણસોના થેલામાથી કિં.રૂ.૭૧,૯૦૦ ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી જનાર અજાણ્યા સ્ત્રી પૂરૂષને પકડી પાડી ગણતરીની કલાકોમાં ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી સંપુર્ણ મુદામાલ રીકવર કરી પ્રશંસનીય કામગીરી કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સટીમ

 સમગ્ર ભાવનગર રેન્જમા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેકટ કરી આરોપી પકડી પાડવા અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમા સાવરકુંડલા મહુવા હાઇવે રોડ ઉપર આવેલ ખાંભા ટી પોઇન્ટેથી

પ્રાઇવેટ ઇકો ગાડીમાં બેસી મુસાફરી કરતા માણસોના થેલામાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી જનાર પતિ પત્નીને પોલીસ દ્વારા લગાવેલ ખાંભા ટી પોઇન્ટના સી.સી.ટી.વી કેમેરા ચેક કરી શંકાસ્પદ લાગેલ સ્ત્રી પુરૂષની ફરીયાદી પાસે ખરાઇ કરાવતા વ્યાજબી શક સાચો પડેલ.

જેઓની ખાનગી બાતમીદારો દ્વારા તપાસ કરાવેલ અને ઇ-ગુજકોપ મારફતે આરોપીનુ નામ સર્ચ કરતા મફતીયાપરા,અમરેલી ખાતેના રહેવાસી હોય,જેની તપાસ હયુમન સોર્સીસ આધારે કરી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપી પતિ પત્નીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

ગુનાની વિગત સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૫૫/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ રજી.કરવામા આવેલ.

 આ કામની ફરીયાદ હકીકત એવી છે કે

આ કામના ફરીયાદી તથા સાહેદો લગ્નમાથી પરત મહુવા ઇકો ગાડીમા જતા હોય,ત્યારે આ કામના આરોપી અજાણ્યા પુરૂષ અને સ્ત્રી ચોર ઇસમો જેઓ ઇકો કારમા બેસેલ હોય જેઓએ ફરીના ઘથેલામાથી સોંના ચાંદીના દાગીના કિં.રૂ.૭૧,૯૦૦ ના ચોરી કરી ગુન્હો આચરેલ હોય,

 પકડાયેલ આરોપીઓ ની વિગત-

(૧) બચુભાઇ દુલાભાઇ ઉર્ફે દુર્લભભાઇ સોલંકી ઉ.વ.૪૭, ધંધો.મજુરી,

(૨)બાનાબેન વા/ઓ બચુભાઇ દુલાભાઇ ઉર્ફે દુર્લભભાઇ સોલંકી ઉ.વ.૩૫, ધંધો. મજુરી,

રહે.બન્ને અમરેલી સાવર કુંડલા રોડ રેલ્વેફાટક પાસે લીલાનગર મફતીયાપરા તા.જી.અમરેલી,

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર૬,૧૧૧૯૩૦૫૨૨૨૮૬ આઇ પી.સી કલમ ૩૭૯(એ).૩,૧૧૪ મુજબ ગુન્હો રજી થયેલ છે

આ કામગીરી ઇચા.પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ ની રાહબારી હેઠળ સર્વેલન્સ ટીમના અના હે કો યુવરાજસિંહ સરવૈયા તથા મમદહુસેન મક્વાણા તથા કુલદિપસિંહ જાડેજા તથા જયપાલસિંહ ગોહિલ તથા ભાવેશભાઇ ગઢવી તથા PC રૂકસાદબેન કુરેશી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.