સામાજીક વનીકરણ રેન્જ - સાવરકુંડલા દ્વારા મીશન લાઈફ અંતર્ગત સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા સામાજીક વનીકરણ રેન્જ દ્વારા મિશન લાઈફ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા વન વિભાગની ઓફીસથી કાનાવાવ નર્સરી સુધી પર્યાવરણ જાગૃતિ માટે જાગૃત નાગરિકો, બાળકો, વી.પી.સી.ટીના મિત્રો તથા સામાજીક વનીકરણ રેન્જ સ્ટાફ દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં પર્યાવરણ બચાવો, જળ બચાવોના સુત્રોચ્ચાર સાથે સાઈકલ રેલી કાઢવામાં આવી હતી.
આ રેલીમાં ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણ બચાવવા, વીજળીનો ઓછો વપરાશ કરવો, પેટ્રોલ બચાવવા પબ્લીક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવો, પાણીનો વધુ પડતો વપરાશ અટકાવવો, વધુમાં વધુ વૃક્ષો વાવવા જેવી પર્યાવરણ સંરક્ષણની કામગીરી સાથે આપણું જીવન અનુકૂળ કરવા પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગ (વિસ્તરણ રેન્જ)નો સ્ટાફ તેમજ સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ખડે પગે હાજર રહી હતી એમ વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ બી.ડી. ચાંદુની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા