હાલમાં ચાલી રહેલ આઇપીએલ મેચનો મોબાઇલમાં સટ્ટો રમતા ડીસાના યુવક ને શહેર દક્ષિણ પોલીસે ઝડપી લીધો છે..

જ્યારે યુવકને આઈડી આપનાર અમદાવાદ ના શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.. 

ડીસા ના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા ના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પી.આઇ. શક્તિસિંહ ગોહિલ ની સૂચના થી પોલીસ સ્ટાફ દારૂ જુગાર સહિતના કેસોની ડ્રાઇવમાં હતો, ત્યારે પોલીસ ને બાતમી મળી હતી કે, ડીસા ની જમનાબાઈ પ્રાથમિક શાળા પાસે ના શોપિંગ સેન્ટર માં એક યુવક મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે..

જેથી પોલીસે સ્થળ પર પહોંચતા કૃણાલ પ્રકાશભાઈ પઢિયાર (રહે. જલારામ સોસાયટી ભાગ 1, ડીસા) પાસે થી મોબાઇલ લઈ ચેક કરતા તે ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું જણાયું હતું..

કૃણાલે મોબાઇલ માં માસ્ટર આઇડી મહેન્દ્રભાઈ દેવશીભાઈ પ્રજાપતિ ( હાલ, રહે. અમદાવાદ મૂળ રહે, ડીસા ગાયત્રી નગર ) પાસે થી મેળવી સટ્ટો રમતો હતો.. 

જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી કૃણાલની અટકાયત કરી હતી, જ્યારે મહેન્દ્ર પ્રજાપતિ સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.