લતીફ સુમરા (બનાસકાંઠા)

જુનાડીસાનાં અગ્રીમ અને લોક સેવામાં અગ્રેસર એવાં ધી ઓએસીસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગામનાં મુસ્લિમ સમાજ માં સામાજિક અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી એક જાગ્રતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી કાર્યક્રમની શાન વધારી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને જનાબ મૌલાના સૈફુદ્દીનસાહેબ ઇસ્લામપુરી(દા.બ.), (પ્રેસિડન્ટ, દાર અલ અરકમ પબ્લિક સ્કુલ, હિંમતનગર અને મોહતમીમ,જામેઅતુલ ઉલુમ,ગઢા) અને મુખ્ય મહેમાન તરીકે જાણીતાં મુસ્લિમ સ્કોલર જનાબ ઉવૈશભાઈ સરેશવાલાએ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનાબ ઇમરાનભાઈ મોગલે કર્યું હતું. મહેમાનોનો પરિચય જનાબ આરીફભાઈ ઘાસુરાએ આપ્યો હતો, મૌલાના જનાબ સૈફુદ્દીન સાહેબ ઇસ્લામપુરી(દા.બ.) એ પ્રાચીન સમયથી લઈને અર્વાચીન સમય દરમિયાન સમગ્ર વિશ્વમાં શિક્ષણક્ષેત્રે ઇસ્લામ ધર્મે આપેલા ફાળા ઉપર પ્રકાશ પાડી વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજ માટે શિક્ષણની જરૂરિયાતો અને શિક્ષણ અંગેની જાગૃતિ માટે સુંદર પ્રવચન આપ્યું હતું. જ્યારે મુખ્ય અતિથી એવાં જનાબ ઉવૈશભાઈ સરેશવાલાએ પોતાનાં પ્રવચનમાં સમાજમાં ફક્ત શિક્ષણ નહિં પરંતુ તૌહીદ, રીસાલત અને આખિરતની ફીક્ર સાથેના શિક્ષણનું મહત્વ, શૈક્ષણિક વિકાસ માટેનાં જરૂરી પગલાઓ અને સામાજિક જાગ્રતિ માટે આહ્વાન કર્યું હતું,      

આ કાર્યક્રમ દરમિયાન જુનાડીસા જાલોરી સમાજમાંથી આ વર્ષે આલીમની સનદ મેળવનાર મૌલાના આફતાબઆલમ શોએબખાન મંડોરીનું જનાબ આરીફખાન ઘાસુરાનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ વર્ષ દરમિયાન જુનાડીસા મુસ્લિમ સમાજમાંથી સરકારી નોકરી મેળવનાર યુવાનો અને ઉચ્ચ ડીગ્રી હાંસલ કરનાર યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઉવૈશખાન હબીબખાન ઘાસુરા (પી.એસ.આઈ. - ગુજરાત પોલીસ) નું સન્માન જનાબ લિયાકતઅલી બી.પરમાર સાહેબ (નિવૃત ડી.વાય.એસ.પી. - ગુજરાત પોલીસ) નાં હસ્તે, ઈન્ઝમામખાન અબ્દુર્રઝ્ઝાકખાન ઘોરી (પોલીસ કોન્સ્ટેબલ - ગુજરાત પોલીસ) નું સન્માન જનાબ મહંમદજાબીર શબ્બીરખાન ઘોરી સાહેબ (નાયબ મામલતદાર) નાં હસ્તે, ઈઝહારખાન નૂરમહંમદખાન મંડોરી (પોલીસ કોન્સ્ટેબલ - ગુજરાત પોલીસ) નું સન્માન જનાબ સાદીકખાન યાસીનખાન મંડોરી સાહેબ (એડવોકેટ) નાં હસ્તે, સિકંદરભાઈ અબ્દુસત્તાર સુમરા (વિદ્યાસહાયક) નું સન્માન જનાબ યુનુસભાઈ જાનમહંમદ મેમણ (સેક્રેટરી, જુનાડીસા મેમણ જમાત) નાં હસ્તે, ડૉ. ઈકરામખાન બી. ઘાસુરા (ઓર્થોપેડીક સર્જન, મેડીપોલીસ પાલનપુર) નું સન્માન જનાબ બિસ્મિલ્લાહખાન રાધનખાન ઘોરી (નિવૃત, સર્વેયર) નાં હસ્તે કરવામાં આવ્યું હતું, ડૉ. ઝૈદખાન ઇસ્માઈલખાન ચાવડા (એમ.બી.બી.એસ. યુ એન મહેતા હોસ્પિટલ, અમદાવાદ) ને પણ ધી ઓએસીસ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મુબારકબાદ પાઠવવામાં આવ્યા હતાં. તે સિવાય જનાબ સમીરખાન શબ્બીરખાન સિંધી (પ્રાઈમ એકેડમી, પાલનપુર)ને ધી ઓએસીસ ચેરીટેબલ ટ્રસ્ટને ટ્રસ્ટની વેબસાઈટ અને ઓએસીસ પબ્લિક સ્કુલની એપ્લીકેશન જેવી આઈ.ટી. સુવિધાઓની સેવાઓ આપવા બદલ જનાબ મહંમદશાહિદ શબ્બીરખાન ઘાસુરા (આઈ.ટી. ડેવલોપર) ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને અંતે જાલોરી સમાજનાં પ્રમુખશ્રી મહંમદખાન મંડોરીએ આભાર વકતવ્ય આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનાં આયોજન માટે ધી ઓએસીસ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ જનાબ મહંમદઝુબેર સિકંદરખાન ઘાસુરા (એડવોકેટ) અને ઓએસીસ ટ્રસ્ટનાં તમામ કાર્યકરોએ અથાક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.