લખતર તાલુકાના વડલા ગામે પોલીસે પ્રાથમીક શાળા પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા નવા શખ્સોને રૂા.20,920ની રોકડ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળે છે. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, લખતર પોલીસની ટીમ કોમ્બીંગ નાઈટ રાઉન્ડમાં હતી.તે દરમ્યાન મળેલી બાતમીના આધારે વડલા ગામે પ્રાથમીક શાળા પાસે કાળુભાઈ ગોરધનભાઈ ભાંભરીયાના મકાન નજીક દરોડો પાડતા સ્ટ્રીટલાઈના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વડલાના કાળુભાઈ ગોરધનભાઈ ભાંભરીયા, પ્રવિણભાઈ ભીમાભાઈ વડલીયા, નરેશ કાનજીભાઈ સચાણીયા, મુકેશ શંકરભાઈ ઓગણીયા, શાહપુર (તા.વિરમગામ)ના લખમણ ઉર્ફે લખા ગેમરભાઈ કઠેકીયા અને પ્રભુ કાશીરામ ગાંગાણી, કુમારખાણ (તા.વિરમગામ)નો દિનેશ વિક્રમભાઈ કુમરખાણીયા,કમીજલા (તા.વિરમગામ)નો અમરત કાવાભાઈ વાટીયા અને વનથળ (તા.વિરમગામ)નો અમરત ઘુઘાભાઈ બખુડીયા નામના શખ્સો રૂા.20,920ની રોકડ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી છ મોબાઈલ સહિત રૂા.28,420નો મુદ્દામાલ કબજે કરીને તમામ સામે કાયદેસર કાર્યવાહી કરેલ હતી.