ડીસા(મેરૂજી પ્રજાપતિ)

સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ જાહેર કરાયેલ છે. જે અંતર્ગત ડીસા સહિત બનાસકાંઠામાં તાલુકાસંધ દ્વારા રાયડો ખરીદ કરવાની પ્રક્રિયા હાથ ધરાયેલ.ત્યારે ડીસા અને લાખણી તાલુકાની ખરીદી ડીસા તાલુકા સંઘ દ્વારા ડીસા ખાતે કરાઈ રહેલ છે. જેમાં બારદાનના અભાવે રાયડા ખરીદી અટકી છે. જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હોય અનેક તર્ક વિતર્ક સેવાઈ રહેલ છે.સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડો ખરીદ કરવાનું ઠરાવેલ હોવા છતાં ડીસા તાલુકાસંઘમાં રાયડો વેચવા જતા ખેડૂતોને બારદાનન હોવાથી રાયડા ખરીદી બંધ હોવાનું કહેવાય છે. ત્યારે ધરમધક્કા ખાઈ હાલાકી ભોગવી રહેલ ખેડૂતો માં તર્કવિતર્ક સાથે ચર્ચાઈ રહ્યું છે.કે શું ટેકાના ભાવ જાહેર કર્યા બાદ બારદાન ની વ્યવસ્થા નથી કરાતી કે પછી વ્હાલા દવલા ની નીતિ અખત્યાર કરાય છે? વળી એવું કહેવાય છે.કે રાયડા ના ટેકાના ભાવ જાહેર કર્યા બાદ નોંધણી કરાવવા ની હતી ત્યારે જે ખેડૂતોએ જેતે સમય નોંધણી કરાવેલ તેઓને બારદાન મળી ગયા અનેરાયડો ખરીદાઈ ગયેલ પરંતુ મોડી નોંધણી કરાવનાર ખેડૂતો માટે નવેસર થી બારદાન મંગાવવાના હોય બરદાન મંગવાયેલ છે.તો શું બારદાન બનાવવા મુકાયેલ છે.? ત્યારે કવિશ્રી પીગળ ની પંકતી સૂકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શુ?અને કવિ પીગળ કહે પૈસો મુવા વખતે મળ્યાથી શુ? ચરિત્રાર્થ થાય તે પહેલાં ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતો ને સહાયરૂપ બનવા કટિબદ્ધ સરકાર અને લોકપ્રતિનિધિઓ રાયડા વેચાણમાં ખેડૂતોને પડી રહેલ હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ બનવું ઇચ્છનીય છે.