ડીસા તાલુકાના ધનપુરા ગામે દૂધ ડેરીમાં નોકરી કરતો ટેસ્ટર દૂધની ચોરી કરી બારોબાર વેચતો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડેરીના મંત્રીએ ટેસ્ટર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ડીસા તાલુકાના ધનપુરા ગામે દૂધ મંડળી માંથી ડેરીના કર્મચારીજ દૂધની ચોરી કરતો હોવાની ફરિયાદ નોંધાઇ છે ધાનપુરા દૂધ ડેરીમાંથી છેલ્લા ઘણા સમયથી દૂધની ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી જેથી ડેરીના સ્ટાફે ખાનગી રહે તપાસ શરૂ કરી હતી તે દરમિયાન રાતના 11:00 વાગે જોનલ અધિકારી અને ડેરીના સ્ટાફ ડો.ઈશ્વરભાઈ ચૌધરીને ચોરી અંગે માહિતી મળતા જ તેઓ ડેરી પર આવી તપાસ કરતા રાત્રે લાઈટો ચાલુ જોવા મળી હતી.જેથી તેમણે ડેરીના મંત્રી ગણપતભાઈ રબારીને બોલાવી તપાસ કરતા દૂધ ડેરીમાં તપાસ કરતા કમ્પાઉન્ડમાં એક છોટાહાથી ગાડી ઉભેલી હતી અને દૂધ ડેરીમાં ટેસ્ટર તરીકે કામ કરતા દરબારસિંહ વાઘેલા અને વિજય રબારી બ્લકમાં પાઇપ નાખી દૂધની ચોરી કરી પીપ ભરતા હતા.

આ મામલે છોટાહાથી પાસે ઉભેલા અન્ય બે શખ્સોને પૂછતા તેમને વિજય રબારીએ સસ્તું દૂધ આપવાની લાલચ આપી બોલાવ્યા હતા અને આ ચારેય શખ્સો ભેગા થઈ ધનપુરા દૂધ મંડળીમાંથી દૂધની ચોરી કરતા રંગે હાથ જડપાઈ ગયા હતા તેથી દૂધ ડેરીના મંત્રીએ ટેસ્ટર દરબારસિંહ વાઘેલા,વિજય રબારી,વેલા રબારી અને શૈલેષ રબારી સહિત ચાર લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.