બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદાર કોમ્પ્લેક્ષમાં ”મેહુલ એન્ટરપ્રાઈઝ” નામની મોબાઇલની દુકાનમાંથી આધાર-પુરાવા કે બીલ વગરનાં મોબાઇલ ફ્રોન કિ.રૂા.૧,૬૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવવા અનુસંધાને અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર મોબાઇલ ફોન જરૂરી આધાર-પુરાવા કે બીલ વગરનાં વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા એસ.ઓ.જી.ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બાબરા નાના બસ સ્ટેશન પાછળ, પાટીદાર કોમ્પ્લેક્ષમાં "મેહુંલ એન્ટરપ્રાઈઝ" નામની મોબાઇલની દુકાને બિલ વગરના મોબાઇલનુ વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી :-

મેહુલભાઇ વિરમભાઇ રાતડીયા ઉ.વ.૩૫, ધંધો.વેપાર રહે, બાબરા, ખોડીયારનગર, અમરાપરા, તા.બાબરા, જિ.અમરેલી,

કબ્જે કરેલ મુદ્દામાલ 

(૧) IPhone મોડલ XS, IMEI NO.356168094093734, કિ.ગ્ન.૨૦,૦૦૦/- તથા

 (૨) iPhone મોડલ X, IMEI NO.354858094207829, કિ.રૂ.૧૭,૦૦૦/- તથા

 (૩) iPhone મોડલ 12, IMEI NO.359035294641066, કિ.રૂ.૨૫,૦૦૦/- તથા

(૪) iPhone મોડલ 12 Pro.Max, IMEI NO.356720114767240, કિ.રૂા.૪૦,૦૦૦/- તથા

(૫) SAMSUNG મોડલ 520, IMEI No.353330111389759/18, કી.રૂ.૧૫,૦૦૦/- તથા

(૬) SAMSUNG મોડલ S20 IMEI No.353330110675331/18. કી.રૂ.૧૫,૦૦૦/- તથા

(૭) SAMSUNG મોડલ 520, IMEI No,353330111766691/18, કી.રૂ.૧૫,૦૦૦/- તથા

 (૮) SAMSUNG મોડલ S20, IMEI No.353330110253691/18, કી.રૂ.૧૫,૦૦૦/- ના અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન કુલ નંગ-૮, મળી કુલ કિ.ગ્રા.૧,૬૨,૦૦૦/- મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષશ હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટ એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.