અમીરગઢ પોલીસ ઉંઘતી રહી અને બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના રહેણાંક મકાનમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં એલસીબી પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે અમીરગઢના શ્યામલાલ ફકીરચંદ્ર અગ્રવાલના રહેણાંક ઘરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરતા 13 જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસ કુલ 54 હજારથી વાધૂનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા એલ.સી.બી.એ સ્ટાફના અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાં આઈ.પી.એલ.ક્રીકેટ મેચ તેમજ અન્ય જુગાર તેમજ સટ્ટા બાબતે પેટ્રલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અમીરગઢમાં શ્યામલાલ ફકીરચંદ અગ્રવાલના રહેણાંક ઘરમાં કેટલાક ઈસમો સાથે ભેગા મળી વરલી મટકાનો આંક ફરકનો હારજીતનો જુગાર રમી રહેલ હોય જે હકીકત આધારે એલ.સી.બી.એ રેડ કરતા 13 જેટલાં ઈસમોને ઝડપી પાડ્યા હતા, તે દરમિયાન આરોપીઓ જોડેથી રોકડ સહીત કુલ 54 હજાર 840ના મુદ્દામાલ સાથે કુલ 13 આરોપીઓને અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકામાં કેટલા સમયથી વરલી મટકાના જુગારની બુમરાહ ઉઠી હતી. જોકે અમીરગઢ પોલીસની ઊંઘ ઉડે તે પહેલા બનાસકાંઠા એલસીબીએ વરલી મટકા રમાડતા રહેણાંક મકાન ઉપર રેડ પાડતા 13 ઇસમોને ઝડપી પાડ્યા છે.
પકડાયેલ આરોપીઓ
( 1 ) શ્યામલાલ ફકીરચંદ અગ્રવાલ રહે.મેઈન બજાર અંબિકા ચોક , અમીરગઢ
( 2 ) પિન્ટુભાઈ મિસરીલાલ અગ્રવાલ રહે.ચબુતરા ચોક , અમીરગઢ
( 3 ) મંછાભાઈ વાલાભાઈ ડુંગાસિયા રહે.ઉપલાબંધ
( 4 ) પરખાભાઇ વજાભાઈ પરમાર રહે.માવલ - ખારા તા.અમીરગઢ
( 5 ) મગનભાઈ કેવળાભાઇ ભગોરા રહે.ઉપલાબંધ તા.અમીરગઢ
( 6 ) નટવરભાઈ શકરાભાઈ પરમાર રહે.ઇન્દિરા કોલોની , અમીરગઢ તા.અમીરગઢ
( 7 ) નાનાભાઇ હીરાભાઈ પઢીયાર રહે.ખાપા તા.અમીરગઢ
( 8 ) જ્યંતીભાઈ રાવતાજી કાકવાડા રહે.કાકવાડા તા.અમીરગઢ
( 9 ) પ્રકાશજી રાયચંદજી ઠાકોર રહે.ધનપુરા તા.અમીરગઢ
( 10 ) પુરાભાઈ લાલાભાઈ ઠાકોર રહે.કાકવાડા તા.અમીરગઢ
( 11 ) વિનોદકુમાર પ્રતાપજી ઠાકોર રહે.કાળકા માતાના મંદિર પાસે , અમીરગઢ તા.અમીરગઢ
(12 ) નારણજી બાબુજી ઠાકોર રહે.કાળકા માતાના મંદિર પાસે , અમીરગઢ
( 13 ) ડાહ્યાભાઈ ફુલાભાઈ ડુંગાસિયા રહે.ઉપલોબંધ તા.અમીરગઢ