વર્તમાન સમયમાં આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરી સમાજસેવામાં અગ્રેસર રહેનાર નર્સોની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોની સરાહના માટે વિશ્વ ભરમાં નર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી નર્સિંગ કોલેજમાં નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ANM, GNM અને B.Sc Nursing ના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધા, વક્તુત્વ સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જ સમાજ સેવામાં નર્સોની કામગીરી તેમજ નર્સ ડે વિશેની વધુ માહિતી નર્સિંગ કોલેજની ફેકલ્ટી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી ડાયાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કોલેજના આચાર્યશ્રી તેમજ નર્સિંગ કોલેજની સમગ્ર ફેકલ્ટી ટીમ અને નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.