આણંદ શહેર સહિતના જિલ્લામાં વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે વીજ તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.ખંભાત અને તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ જેટલી ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ટીમોએ વિવિધ ટીમો દ્વારા ૧૨૪ મીટરો તપાસવામાં આવ્યા હતા.જેમાંથી ૨૦ જેટલા વીજ ધારકોને રંગે હાથ વીજ ચોરી કરતા ઝડપી પાડીને ૧.૫૩ લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકાર્યો છે.
નોંધનીય છે કે, વીજ ચોરીમાં લંગર નાખીને વીજચોરી કરવી, ડાયરેકટ વાયર નાખીને વીજ ચોરીની કરતૂતોને રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર પંથકના વીજચોરીમાં ફફડાટ વ્યાપ્યો હતો.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 95558553368