ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદ અને અંકે રૂપિયા દશ લાખ ઓગણસીત્તેર હજાર પુરાનો દંડ ફટકારવામાં આવ્યો

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આરોપી અશોકકુમાર મેલા૫ચંદ સોની, રહે.મુ.પો.તા.ખેડબ્રહ્મા, જી.સાબરકાંઠાનાઓએ ફરીયાદી જગદીશકુમાર હેમતાજી માળી, રહે.રોડ નં.૧,ગાયત્રી સોસાયટી,વાસણા રોડ,મુ.પો.તા.ખેડબ્રહ્માનાઓને આરોપી અશોકકુમાર સોનીએ તેઓના કાયદેસરના દેવાના અવેજ પેટે રૂા. ૧૧,૦૦,૦૦૦/- ફરીયાદી જગદીશકુમાર માળીનાઓને બેંક ઓફ બરોડા, ખેડબ્રહ્મા શાખા નો, તા.૦૩/૦૮/૨૦૨૧ ના રોજનો આરોપી અશોકકુમાર સોનીના ખાતા નં.૪૧૮૦૦૧૦૦૦૦૮૭૮૫ નો, ચેક નં.૦૦૦૦૩૦ નો, રૂા. ૧૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા અગીયાર લાખ પુરાની રકમનો ચેક આપેલ. સદર ચેક ફરીયાદી જગદીશકુમાર સોનીએ બેંકના ખાતામાં ભરતા આરોપી અશોકકુમાર સોનીના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ સદર ચેક સ્વિકારાયા વગર પરત ફર્યો હતો. જેથી ફરીયાદી જગદીશકુમાર માળીનાઓએ આરોપી અશોકકુમાર મેલાપચંદ સોનીનાઓ વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૪૪૩૧/૨૦૨૧ થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી વિરલ કે.વોરાની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપી છે અશોકકુમાર મેલાપચંદ સોનીને કસુરવાર ઠરાવી (૨) બે વર્ષની સાદી કેદ અને દશ લાખ ઓગણસીત્તેર હજાર રૂપિયા દંડ ચુકવવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૪ (ચાર) માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે.