આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત નાબાર્ડ પુરસ્કૃત એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર દાંતીવાડા ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોની એક દિવસીય તાલીમ યોજાઇ...

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં વિકાસ અર્થે કાર્યરત નાબાર્ડ પુરસ્કૃત એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટર (SDAU RBIC) દ્વારા આજ રોજ પ્રજ્ઞાચક્ષુ બહેનોની મિલેટ્સમાંથી બનતી મૂલ્યવર્ધન પ્રોડક્ટસ પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. SDAU RBIC દ્વારા અંદાજિત ૯ જેટલી મહિલા તાલીમાર્થીઓને ફૂડ ટેક્નોલોજી મહાવિદ્યાલય અને બેકરી શાખા ખાતે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. SDAU RBIC દ્વારા આયોજીત આ તાલીમમાં ભાગ લેનાર પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ મહિલા પગભર થાય અને સ્વરોજગારી મેળવી રહે તે ઉદેશ્ય સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી વિભાગના હેડશ્રી ઇશ્વરભાઇ પટેલે એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની પ્રવૃત્તિઓ વિશે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને વિગતવાર માહિતી આપી હતી.